Farmers Protest: સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે ખેડૂતોએ બનાવી કમિટી

નવા કૃષિ કાયદા ( Farm Laws 2020) ના વિરોધમાં 28 દિવસથી દિલ્હીમાં ખેડૂતો આંદોલન (Farmers Protest) પર બેઠા છે. જેમાં ખેડૂતો (Farmers) નું દિલ્હી કૂચ અભિયાન યથાવત છે. જો કે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી દિલ્હીની તમામ બોર્ડર પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.ત્યારે આંદોલનની વચ્ચે વધુ એક વખત ખેડૂતો સાથે વાતચીત માટે સરકારે તૈયારી દાખવી છે. સરકારે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ આપ્યો છે. આજે આંદોલનકારી ખેડૂતો ખેડૂત દિવસ પણ ઉજવી રહ્યા છે. તેમણે દેશભરના ખે્ડૂતોને એક ટંક ખાવાનું ન ખાવાની અપીલ કરી છે. આ ઉપરાંત સરકાર સાથે વાતચીત માટે કોઈ નિર્ણય લેવા તેમણે કમિટી પણ બનાવી છે. ખેડૂતોએ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરેલી છે. તેમણે કહ્યું કે 25-26 ડિસેમ્બરે હરિયાણાના હાઈવે ટોલ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત દેશની સાથે સાથે પંજાબી સમુદાયો વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. 
Farmers Protest: સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે ખેડૂતોએ બનાવી કમિટી

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા ( Farm Laws 2020) ના વિરોધમાં 28 દિવસથી દિલ્હીમાં ખેડૂતો આંદોલન (Farmers Protest) પર બેઠા છે. જેમાં ખેડૂતો (Farmers) નું દિલ્હી કૂચ અભિયાન યથાવત છે. જો કે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી દિલ્હીની તમામ બોર્ડર પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.ત્યારે આંદોલનની વચ્ચે વધુ એક વખત ખેડૂતો સાથે વાતચીત માટે સરકારે તૈયારી દાખવી છે. સરકારે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ આપ્યો છે. આજે આંદોલનકારી ખેડૂતો ખેડૂત દિવસ પણ ઉજવી રહ્યા છે. તેમણે દેશભરના ખે્ડૂતોને એક ટંક ખાવાનું ન ખાવાની અપીલ કરી છે. આ ઉપરાંત સરકાર સાથે વાતચીત માટે કોઈ નિર્ણય લેવા તેમણે કમિટી પણ બનાવી છે. ખેડૂતોએ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરેલી છે. તેમણે કહ્યું કે 25-26 ડિસેમ્બરે હરિયાણાના હાઈવે ટોલ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત દેશની સાથે સાથે પંજાબી સમુદાયો વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે. આ બાજુ ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હીમાં કેબિનેટ બેઠક થવા જઈ રહી છે. આંદોલન પર ચર્ચા થઈ શકે છે. કેબિનેટ અગાઉ CCSની બેઠક થશે. 

અત્રે જણાવવાનું કે નવા કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પર ખેડૂતો અડગ છે.મહત્વનું છે ખુદ વડાપ્રધાને કહ્યું છે આ કાયદાથી ખેડૂતોને કોઈ જ નુકસાન નથી થવાનું. MSP રદ્દ નહીં કરવામાં આવે. વાતચીત કરી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પરંતુ આમ છતાં ખેડૂતો પોતાની માગ પર અડગ છે અને 28 દિવસથી દિલ્હીની બહાર આંદોલન પર બેઠા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news